Why does rain storm on earth ?
વાવાઝોડાનું વિજ્ઞાાન અને જાણવા જેવું
વરસાદ પૃથ્વીની સજીવસૃષ્ટિ માટે આશીર્વાદ રૃપ છે પરંતુ વાવાઝોડું બનીને ત્રાટકે ત્યારે વિનાશક બને છે. સૂર્યની ગરમી પૃથ્વી પર બંધે સ્થળે એક સરખી પડતી નથી. વિશાળ સમુદ્રની સપાટી ક્યાંક ઓછી તો ક્યાંક વધુ ગરમ થાય છે.

ગરમ હવા પાતાળી અને હળવી હોવાથી આકાશ તરફ જાય છે તેના સ્થાને ઠંડી હવા ઝડપથી ઘસી આવે છે. ઘસી આવતી હવા ચકરાવી લે છે અને સમુદ્રના પાણીને પણ ધૂમાવે છે. આ પ્રક્રિયા ઝડપથી અને પ્રચંડ ગતિથી થાય ત્યારે વાવાઝોડુ સર્જાય છે. પવનને કારણે તે કાંઠા તરફ આગળ વધે છે.

વાવાઝોડામાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદ અને ઝડપી પવનથી અનેક વૃક્ષો અને મકાનો ધરાશાયી થાય છે અને ઝડપી પવનથી અનેક વૃક્ષો અને મકાનો ધરાશાયી થાય અને પારવાર નુકસાન થાય છે. વાવાઝોડા વિશે કેટલીક રસપ્રદ વાતો પણ જાણવા જેવી છે.

1 સૌથી વધુ વાવાઝોડા અમેરિકામાં થાય છે. મધ્ય અમેરિકાને ટોનેર્ડો એલી કહે છે ત્યાં વર્ષમાં નાના મોટા ૧૨૦૦ વાવાઝોડા સર્જાય છે.

2 પવનની ગતિ લગભગ કલાકના ૬૦ કિલોમીટર હોય ત્યારે તેને ડિપ્રેશન કહે છે. ગતિ વધીને ૧૦૦ કિલોમીટર થાય ત્યારે તેને વાવાઝોડું કહે છે.

3 પ્રચંડ વાવાઝોડામાં ૧૦ અણુબોમ્બ જેટલી શક્તિ હોય છે.

4 વાવાઝોડાને સ્ત્રી અને પુરુષના નામ આપવાની પ્રથા છે. આ પ્રથા ઇ.સ. ૧૯૦૦માં ઓસ્ટ્રેલિયાના હવામાન શાસ્ત્રી સી.રેગે શરૃ કરેલી.

5 વાવાઝોડાની તીવ્રતાનું પ્રમાણ સેફાયર સિમ્પસન હરિકેન સ્કેલ છે. કેટેગરી એકથી પાંચ છે. પાંચમી કેટેગરીના હરિકેનમાં લગભગ ૨૫૦ કિલોમીટરથી વધુ ઝડપે પવન વાય છે.

6 સામાન્ય રીતે જૂનથી નવેમ્બર સુધીના સમયગાળામાં વધુ વાવાઝોડા થાય છે.

7 ઇ.સ. ૨૦૦૦ પછીના સૌથી વિનાશક વાવાઝોડામાં ઇસાબેલ, ઇવાન, એમિલી, કેટરિના, રીટા, વિલ્મા અને ફેલીકસનો સમાવેશ થાય છે.