How to fall rain on the earth ?
વરસાદ સૌને ગમે. વરસાદ પણ ક્યારેક રમત કરતો હોય તેમ વરસે, ક્યારેક ઝરમર વરસ્યા કરે. ક્યારેક ધોધમાર ત્રાટકે. આ રમત વાદળોના કદ અને વિસ્તાર પર આધારિત છે. પવનની ગતિ પણ તેમાં અસર કરે. વરસાદી વાદળોમાં કેટલું પાણી છે તે જાણવા હવામાનશાસ્ત્રીઓ કોપ્લર નામનું સાધન વાપરે છે. અને હળવા કે ભારે વરસાદની આગાહી કરે છે. વાદળો પાણીની વરાળનાં બનેલાં છે. શરૂઆતમાં વરાળના કણો હોય છે. તેમાંથી પાણીનાં ફોરા બને અને જેમ ઠંડા પડે તેમ તેમનું વજન વધે ત્યારે વરસાદ બની જમીનમાં પડે. ઘણીવાર પાણીના ફોરા જમીન પર પહોંચે તે પહેલા જ વરાળ બની જતા હોય છે.
પવનનું જોર હોય ત્યાં સુધી વાદળોનું પાણી આકાશમાં ટકી રહે અને ફોરા ખૂબ જ મોટા થાય ત્યાં સુધી આકાશમાં ટકી રહે છે. અને પડે ત્યારે ધોધમાર વરસે છે. વરસાદનું પાણી કલાકનાં ૩૦ કિમી ઝડપે પૃથ્વી પર પડે છે. નાનું વાદળ હોય તો ઝાપટું વરસે. કાળા ડિબાંગ મોટા અને નીચા વાદળો ધોધમાર વરસે. એક અંદાજ પ્રમાણે એક એકર જમીનમાં એક ઇંચ વરસાદ પડે તો તેટલા પાણીનુ વજન ૧૧૮ ટન થાય. સમગ્ર પૃથ્વી પર વર્ષે, સરેરાશ ૩૨ ઇંચ વરસાદ પડે છે.
તમને જાણીને નવાઈ લાગશે કે કોઈ પણ સમયે વિશ્વમાં અને અવકાશમાં ક્યાંકને ક્યાંક વીજળીના ચમકારા ચાલુ જ હોય છે. તમે આ વાંચતા હશો ત્યારે પણ પૃથ્વીના કોઈ વિસ્તારમાં વીજળી ચમકતી હશે. વિશ્વમાં દર સેકન્ડે લગભગ એક સો વીજ ચમકારા થતા જ હોય છે.
Social Plugin