Why does darkness on sky still so many light star ?
અમાસની રાતે આકાશમાં નજર નાખીએ તો લાખો તારાઓ દેખાય. પણ ચોતરફ તો અંધકાર જ છવાયેલો હોય. કરોડો તારાનો પ્રકાશ ક્યાં જતો હશે ? તમે જાણો છો કે પ્રકાશ એ રેડિએશન છે. પ્રકાશના કિરણો પોતે અદૃશ્ય હોય છે. પરંતુ તેના માર્ગમાં આવતી વસ્તુઓને પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યના કિરણો કોઇ પદાર્થ ઉપર પડીને પરાવર્તન પામે ત્યારે જ આપણને પ્રકાશ તરીકે જોવા મળે. હવામાં ઊડતી રજકણોને કારણે પ્રકાશની હાજરી જણાય.
પ્રકાશ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશે પછી જ આપણને પ્રકાશ તરીકે જોવા મળે છે. બ્રહ્માંડમાં શૂન્યાવકાશ જ હોય છે. હવા કે અન્ય રજકણો હોતાં નથી એટલે લાખો તારાઓનો પ્રકાશ પરાવર્તન પામતો નથી. તારાઓને પ્રકાશ એક બીજા પર પડે એટલે અન્ય ગ્રહો દેખાય. ચંદ્ર ઉપર સૂર્યનો પ્રકાશ પડે તો જ ચંદ્ર દેખાય. બાકી બધે અંધકાર જ નજરે પડે. આમ, બ્રહ્માંડમાં લાખો તારાઓ હોવા છતાં અંધકાર હોય છે.

Social Plugin