ચંદ્રગ્રહણ પાછળ શું વૈજ્ઞાનિક તથ્ય છે તે જાણીએ
ચંદ્રગ્રહણ શા માટે થાય છે આવો આપણે જાણીએ.
જ્યારે સૂર્ય અને ચંદ્ર વચ્ચે પૃથ્વી આવે ત્યારે ચંદ્રનો પ્રકાશ પૃથ્વી પર પડતો બંધ થાય છે જેને આપણે સામાન્ય રીતે ચંદ્ર ગ્રહણ કહીએ છીએ ચંદ્રગ્રહણ એ કુદરતી ઘટના છે જે વર્ષમાં ઘણીવાર બનતી હોય છે પણ દરેક જગ્યાએ આ ઘટના જોવા મળતી નથી દરેક વખતે જુદી જુદી જગ્યાએ ચંદ્રગ્રહણ જોઈ શકાય છે.
ચંદ્રગ્રહણ કયા દિવસે થાય છે આવો જાણીએ.
ચંદ્રગ્રહણ એ હંમેશા પૂનમના દિવસે થાય છે કેમકે ત્યારે ચંદ્ર પૂર્ણ રીતે દેખાય છે અને તે દિવસે જો પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવે તો તેનો આંશિક ભાગ અથવા સંપૂર્ણ ભાગ આપણને દેખાતું બંધ થઈ જાય તેને ચંદ્રગ્રહણ તરીકે ઓળખીએ છીએ.
ચંદ્રગ્રહણ માં અંધારું કેમ થઈ જાય છે આવો જાણીએ.
ચંદ્રગ્રહણ દરમિયાન સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડે જેનું પરાવર્તન થઈ પૃથ્વી પર પ્રકાશ આવે છે, પણ જ્યારે સૂર્યનો પ્રકાશ ચંદ્ર ઉપર પડતો નથી એટલે કે ચંદ્ર એ પૃથ્વી ની પાછળ સંતાઈ જાય ત્યારે ચંદ્ર પરથી પ્રકાશનું પરાવર્તન થતું નથી આથી અંધારું છવાઈ જાય છે.
ચંદ્રગ્રહણ સાથે જોડાયેલી ધાર્મિક માન્યતાઓ
ચંદ્રગ્રહણ પછી સ્નાન કરવું જોઈએ,બહાર ન જવું જોઈએ, મંદિરમાં પૂજા પાઠ કરતા પહેલા તેની સાફ સફાઈ કરવી જોઈએ આવી ધાર્મિક માન્યતાઓ જોડાયેલી છે.
ચંદ્રગ્રહણ સાથે જોડાયેલ વિજ્ઞાન
ચંદ્રગ્રહણને શાસ્ત્રોમાં અશુભ માનવામાં આવે છે પણ વૈજ્ઞાનિક રીતે આ કુદરતી ઘટના છે તેનાથી કોઈ નુકસાન કે કોઈ ફાયદો થતો નથી.
ચંદ્રગ્રહણ બે પ્રકારે થાય છે એક પ્રકારમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી આવી જાય છે ત્યારે ચંદ્ર સંપૂર્ણ પૃથ્વી પાછળ સંતાઈ જાય છે, આથી ચંદ્ર સાવ દેખાતો બંધ થઈ જાય છે જેને સંપૂર્ણ ચંદ્રગ્રહણ કહે છે.
જ્યારે બીજા પ્રકારમાં સૂર્ય અને ચંદ્રની વચ્ચે પૃથ્વી થોડાક ભાગમાં આવે છે ત્યારે ચંદ્રનો અમુક હિસ્સો દેખાય છે જેને આંશિક ચંદ્રગ્રહણ કહે છે.

0 Comments